તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાહોદ જિલ્લામાં બાઇક અને ટાયર ચોરી કરતી ટોળકીના બે સભ્ય ઝડપાયા

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બાઇક અને ટાયરો કબજે લેવાયા
  • લીમડી, ઝાલોદ, સુખસરમાં હાથ સાફ કર્યો

દાહોદ જિલ્લામાં વાહન ચોરીના બનાવો વધતા એસ.પી હિતેશ જોયસરની સુચનાથી એલસીબીએ સુખસર વિસ્તાર તરફ ફોકસ કર્યુ હતું. ત્યારે ભૂતકાળમાં બાઇક ચોરીમાં પકડાયેલા કિશોરના ઘરે શંકાસ્પદ બાઇકો પડી છે અને તે ખોલીને સ્પેરપાર્ટ વેચવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી. પીએસઆઇ મકવાણાએ છાપો માર્યો હતો. ત્યારે ઘરેથી ખોલી નખાયેલી લીમડી, ઝાલોદ અને સુખસરથી ચોરી થયેલી જીજે-23 એલ-6384 અને જીજે-17-એજે-6531 નંબરની બાઇક મળી હતી. ચોરી કરેલા ટાયરો પણ મળ્યા હતાં. કિશોર સાથે ચોરીમાં લીમડીના ધર્મેશ હસમુખલાલ વૈરાગી પણ શામેલ હોવાનું જાણવા મળતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...