દુર્ઘટના:વાવલવારિયા-રવાળીખેડામાં માર્ગ અકસ્માતમાં બેના મોત

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને બનાવોમાં પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના વાવલવારિયા અને રવાળીખેડામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બેના મોત નીપજ્યા હતાં. આ બનાવો અંગે પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વાવ લવારીયા ગામે 17મી ડિસેમ્બરે 2 છકડા સામસામે આવતાં અકસ્માત સર્જાયો હતો જેથી છકડામાં સવાર ચાલક સહિત 4 જણાને ઈજાઓ પહોંચી હતી. જેમાં કાંટુ ગામના ચાલક બહાદુરસિંહ અને છકડામાં સવાર સવલીબેન બારીયા, બોડીબેન બારીયા વિગેરેને ઈજાઓ થઇ હતી. તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યાં હતાં.

જેમાં બહાદુરસિંહને ગંભીર ઈજાઓને પગલે અમદાવાદ સીવીલ ખાતે ખસેડ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેઓને મોત નીપજતાં સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજો બનાવ રવાળીખેડા ગામે તા.4 ના રોજ ગોવાળી ગામે રાજેશભાઈ સંગાડા પોતાના કબજાની ઈનોવા લઈ રવાળીખેડાથી પુરઝડપે પસાર થઈ રહ્યાં હતાં.

આ દરમ્યાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. રાજેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેઈ ઈજાઓ થતાં તઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં તેઓનું સારવાર દરમ્યાન મોત થઇ ગયું હતું. આ સંબંધે ગોવાળી ગામે રહેતાં લલ્લુભાઈ કાનજીભાઈ સંગાડીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...