તપાસ:ઝાલાેદમાં બે સ્થળેથી એક જ રાતમાં બે જીપ ચોરાઈ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ઝાલોદ તાલુકામાં જુદી જુદી બે જગ્યાએથી ક્રુઝર ગાડીઓ ચોરી કરી ગયા હતા. શોધખોળ બાદ પણ બંને ક્રુઝરનો કોઇ જ પત્તો નહીં મળતાં અંતે આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લીમડી નગરમાં કારઠ રોડ ભેરૂજીના મંદીર પાસે રહેતા હેમંતકુમાર દેવાભાઈ ધર્મેશભાઈ મોરીએ પોતાની ક્રુઝર જીપ ઘર આગળ આંગણામાં પાર્ક કરી રાખી હતી.ત્યારે રાતના સમયે આવેલા તસ્કરો રૂપિયા ત્રણ લાખની કિંમતની જીજે-09-બીએ-5788 નંબરની ક્રુઝર જીપની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. આ સાથે હેમંતકુમાર રામાભાઈ ગેલોતની જીજે-20-એન-3885 નંબરની ક્રુઝર ગાડી સીમલખેડી ગામેથી વાહન ચોર ટોળકી ચોરીને લઈ ગઈ હતી. માલિકોએ શોધખોળ કરી હતી પરંતુ વાહનોનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...