અપહરણ:ધાનપુર, દેવગઢ બારિયાથી બે તરુણીઓના અપહરણ કરાયાં

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંબાકાચ અને ડભવાના યુવકો સામે ગુનો નોંધાવ્યો

ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાંથી પત્ની તરીકે રાખવાના ઇરાદે બે તરૂણીઓના અપહરણની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. પોલીસે આંબાકાચ અને ડભવાના યુવકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામના મેડા ફળિયામાં રહેતો રાહુલ પાંગા ડામોર તા.18મી ઓગસ્ટના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં તાલુકાની એક 14 વર્ષ 7 મહિનાની તરૂણીને તેના ઘરેથી પટાવી ફોસલાવી જબરજસ્તી પોતાની પત્ની તરીકે રાખવા માટે વાલીપણામાંથી ભગાડી લઇ ગયો હતો. આ બાબતની બન્ને પક્ષો વચ્ચે પંચરાહે નિકાલ સમાધાનની વાતચીત ચાલતી હતી પરંતુ કોઇ નિકાલ નહી આવતાં તરૂણીના પિતાએ રાહુલ પાંગા ડામોર વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે દેવગઢ બારિયા તાલુકાના ડભવા ગામનો સુભાષ બાબુ નાયક તા.28 જુલાઇના રોજ બપોરના 4 વાગ્યાના અરસામાં તાલુકાની એક 14 વર્ષ 3 મહિનાની તરૂણીને પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં આજ દિન સુધી છોકરી નહી મળતાં તરૂણીના દાદા દ્વારા સાગટાળા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...