બે દિવસમાં ત્રણ ચોરી:દાહોદ જિલ્લામા બે દિવસમા બે કોર વ્હીલર અને એક બાઈકની ચોરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનચોરોનો આતંક યથાવત રહેતા નાગરિકોમાં ભય સાથે રોષ

દાહોદ જિલ્લામાંથી ત્રણ જૂદા જૂદા સ્થળોએથી બે ફોર વ્હીલર ગાડી અને એક બાઇક મળી કુલ ત્રણ વાહનો ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી સંબંધિત પોલીસ સ્ટેશને ફરિયાદો નોંધાવાઈ છે.

શહેર મધ્યેથી કાર ચોરાતાં ફરિયાદ
વાહન ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં આવેલા ગોવિંદ નગર વિસ્તારમાં બન્યો હતો. જેમાં ગત તા.31 મી ઓગષ્ટના રોજ ગોવિંદ નગર વિસ્તારમાં રહેતાં મીતલભાઈ સોમેશ્વરભાઈ પરમારે પોતાની ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ફોર વ્હીલર ગાડીની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મીતલભાઈ સોમેશ્વરભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બારીયાના ટીમરવામાંથી બાઈક ચોરાઈ
બાઇક ચોરીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ટીમરવા ગામે બન્યો હતો. ટીમરવા ગામે તડવી ફળિયામાં રહેતાં ધનંજય ભારતસિંહ તડવીએ પોતાની બાઇક પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બાઇકને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બાઇકનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ધનંજય ભારતસિંહ તડવીએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લીમખેડાના પીપળીમાથી પણ જીપ ચોરાઈ
ત્રીજો બનાવ લીમખેડા તાલુકામા નોંધાંયો છે.જેમાં પીપળી ગામે રાવત ફળિયામાં રહેતાં અલ્કેશભાઈ ગણેશભાઈ રાવતે પોતાની તુફાન ફોર વ્હીલર ગાડી ગામમાં રહેતાં સુરેશભાઈ દીલીપભાઈ રાવતના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ તુફાન ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અલ્કેશભાઈ ગણેશભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...