દાહોદના એકાઉન્ટ કોલોનીના નિરમાબેન ભુરિયાને મકાન અને જમીન લેવા માટે રૂપિયાની જરૂર પડતાં તેમણે 2019માં પ્રેમનગરમાં રહેતાં વિરલ કંથારિયા પાસેથી 10 ટકાના વ્યાજે 2.50 લાખ લીધા હતાં. આ ના બદલે યુકો બેન્કના 3 બ્લેન્ક ચેક સુનિલભાઇની સહિ વાળા આપ્યા હતાં. વ્યાજે લીધેલા રૂપિયાના વળતરમાં માસિક 25000ના વ્યાજ પેટેલ 15 મહિના સુધી 3.785 લાખ ભર્યા હતા. સાથે રોકડા 2 લાખ મુડી પેટે મળીને 5.75 લાખ આપ્યા હતાં.
તે છતાય નિરમાબેનને વિશ્વાશમાં લઇને તેઓના ચેકોમાં ખોટી રકમ લખીને ચેક બાઉન્સ કરાવ્યા હતાં. વ્યાજના રૂપિયા બાકી છે તેમ કહીને વ્યાજના વધુ રૂપિયા વસુલી લેવા માટે નિરમાબેનને વિરલભાઇ તથા તેમના ભાઇ અને હિરલ કંથારિયા ગાળાગાળી કરી ધમકી આપતાં હતાં. આ મામલે નિરમાબેન દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેવી જ રીતે દાહોદ શહેરમાં પોલીસ લાઇન રોડની બાજુમાં સિંધી સોસાયટીમાં રહેતાં હીરાલાલ મનસુખાનીએ વર્ષ 2017માં અભિલાષા હોયલ પાસે ગારખાયામાં રહેતાં અજયભાઇ બાબુભાઇ ભોઇ પાસેથી પાંચ ટકાના વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતાં.
ત્યાર બાદ વર્ષ 2018માં ગોધરા રોડની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતાં કિરણ પંચાલ પાસેથી 5 ટકાના વ્યાજે 15 લાખ લીધા હતાં. આ રૂપિયા વ્યાજ સાથે આપી દીધાહોવા છતાં વધારે રૂપિયા હિરાલાલ પાસેથી માંગીને ગાળો આપીને માર મારવાની ધમકીઓ અપાતી હતી. જેથી હિરાલાલના પત્ની મમતાબેને બંને સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.