કાર્યવાહી:ફતેપુરામાં વાહન ચેકીંગ કરતાં ચોરીની બાઇક સાથે બે ઝડપાયા

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નંબર પ્લેટ કાઢી ચેચીસ નંબર પણ ઘસી નાખ્યો

ફતેપુરા તાલુકામાંથી વાહન ચેકીંગ દરમિયાન એલ.સી.બી.એ ચોરીની બાઇક સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. યુવકો પાસેથી મોટર સાયકલ જપ્ત કરી હતી. એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહની સુચનામાં પોસઇ એન.એન.પરમાર તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ ગુરૂવારના રોજ ફતેપુરા વિસ્તારમા પેટ્રોલીંગમા હતાં.

તે દરમિયાન ડુંગર ગામ બાજુથી નંબર વગરની શંકાસ્પદ પેશન મો.સા.લઇ બે યુવકો આવતા તેઓની બાઇક ઉભી રાખવતા તેઓ ભાગવા જતાં ટીમે નવાગામના કાચલા ફળિયાના શૈલેષ મણીલાલ બરજોડ તથા રૂપા માનસીંગ મછારને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેની બાઇક આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી તપાસમાં રજી.નંબર GJ-20-AK-6594 તેના માલિક ફતેપુરાના નવાગામના ગુલાબભાઇ માનાભાઇ રાઠોડની હોવાનું જાણવા મળ્યું હતું. તા.1 ઓગસ્ટના રોજ રાત્રે નવાગામ રાઠોડ ફળીયામાથી લોક તોડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...