કોરોના સંક્રમણ:ઝાલોદ ગ્રામ્યમાં શનિવારે કોરોનાના બે કેસ નોંધાયા

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દાહોદ જિલ્લામાં ઝાલોદ ગ્રામ્યમામાં શનિવારે કોરોનાના બે કેસ પ્રકાશમાં આવ્યા છે. જિલ્લામાં શનિવારે એક દર્દી સાજો થતાં તેને રજા આપવામાં આવ્યા છતાં હાલમાં ત્રણ કેસ એક્ટિવ છે. દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 646 લોકોના આરટીપીસીઆર અને 436 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

ત્યારે આ ટેસ્ટ કરાયેલા લોકો પૈકી ઝાલોદ ગ્રામ્યમાં બે લોકો પોઝિટિવ હોવાનું શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ હોય તેવા એક દર્દીને શનિવારના રોજ રજા આપવામાં આવી હતી. ત્યારે હાલમાં પણ જિલ્લામાં ત્રણ કેસ એક્ટિવ બચ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે એત્યાર સુધી 5 પુરૂષોનું કોરોનાને કારણે જ્યારે કોર્મોબીડ હોય તેવા 226 મોત થયુ છે. તેવી જ રીતે 2 મહિલાનું કોરોનાને કારણે અને 114 કોર્મોબિડ હોય તેવી મહિલાનું મોત થયુ છે.

અન્ય સમાચારો પણ છે...