સગા ભાઈઓ વચ્ચે ધિંગાણું:ઝાલોદના ચાકલીયામાં જમીન ખેડવા બાબતે બે ભાઈઓ બાખડયાં, લાકડીઓ ફટકારી, ગડદાપાટ્ટુનો માર માર્યો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બે સગાભાઈઓ વચ્ચે જમીન સંબંધી તકરાર થઈ હતી. આ ઝઘડામાં સગાભાઈએ પોતાના ભાઈ ભાભીને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જમીન બાબતે બે ભાઈઓ વચ્ચે ઝગડો
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે મોટી મહુડી ફળિયામાં રહેતાં સિક્કાભાઈ હવસિંગભાઈ કલારા અને તેમની પત્ની જેલાબેન સિક્કાભાઈ કલારા બંન્ને જણા તેમના ખેતરમાં મકાઈનું વાવેતર કરતાં હતાં. તેમના બળદ તેમના ગામમાં રહેતાં પોતાના સગાભાઈ રૂપાભાઈ હવસિંગભાઈ કલારાના જમીનમાં ચલાવતાં હતા. રૂપાભાઈએ સિક્કાભાઈને કહેલ કે, તમને આપણી હદ પાળીનો પથ્થર જોવાતો નથી તો તમો મારા ભાગની જમીનમાં બળદ ચલાવો છો. તેમ કહેતાં સિક્કાભાઈ તથા તેમની પત્ની જેલાબેન એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. પોતાની સાથે લાકડીઓ લઈ આવી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુાનો માર મારી રૂપાભાઈ તથા જેમાબેનને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
ભાઈએ જ ભાઈ સામે ફરિયાદ નોંધાવી
આ સંબંધે ઈજાગ્રસ્ત રૂપાભાઈ હવસિંગભાઈ કલારાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...