બુટલેગરો બાનમાં:દાહોદ પાસે મધ્યપ્રદેશથી બાઈક પર દારુ લાવતાં બે બુટલેગર ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ એલ.સી.બી. પોલીસ દાહોદ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાતે પેટ્રોલીંગ હતી.તે દરમ્યાન મધ્યપ્રદેશના પિટોલથી વિદેશી દારૂ મોટર સાયકલ પર લઈને આવતાં બે ખેપીયાને દાહોદ તાલુકાના ડુંગરપુર તરફ જવાના રસ્તા પાસે ઈંટોના ભઠ્ઠા પાસે રોડ પરથી ઝડપી પાડી રૂા. 25 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ તથા મોટર સાયકલ મળી રૂા. 45,200નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

એક જ બાઈક પર બંન્ને આવતા હતા
ગતરોજ રાતના સાડા નવ વાગ્યાના સુમારે દાહોદ એલસીબી પોલિસે દાહોદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન ખંગેલા થેડ ફળીયાના પંકજભાઈ ભુરાભાઈ મેડા તથા રાહુલભાઈ છત્રુભાઈ ગણાવા તેઓના કબજાની જીજે 20 બીબી-5699 નંબરની લાલ કલરની મોટર સાયકલ લઈ ને આવતા હતા.ત્યારે પોલીસે તેમને રોકીને તપાસ હાથ ધરી પૂછપરછ કરી હતી.

ડુંગરપુર જવાના રસ્તે ઝડપાઈ ગયા
જેમાં મધ્યપ્રદેશના પિટોલ ખાતેના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટના રૂપિયા 25,200ની કિંમતના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-240 લઈ ને આવતા હોવાનુ ઝડપાયુ હતુ તેઓને બંનેને દાહોદ એલસીબી પોલીસે ડુંગરપુર તરફ જવાના રસ્તા પાસે ઈંટોના ભઠ્ઠા પાસે રોડ પરથી ઝડપી 25,200નો દારૂ તથા રૂા. 20,000ની કિંમતની મોટર સાયકલ મળી રૂા. 45,200 નો મુદ્દામાલ કબજે લઈ બંનેને દાહોદ તાલુકા પોલિસને સોંપતા તાલુકા પોલિસે પકડાયેલા બે જણા સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...