ચોરી:કાળીયાકુવામાંથી એક જ રાતમાં બે બાઇકો ચોરાઇ

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના કાળીયાકુવા ગામમાંથી એક જ રાતમાં બે બાઇકની ઉઠાંતરી થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.

બોટાદ જિલ્લાના રહેવાસી અને હાલ દેવગઢ બારિયાના કાળીયાકુવા પાણી પુરવઠા ઓફિસમાં કોન્ટ્રાક્ટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં મયુરભાઇ અમરાભાઇ રાઠોડે પોતાની રૂ.60,000ની બાઇક તા.23મીના રોજ રાત્રે તેમના રહેઠાણ કાળીયાકુવા પાણી પુરવઠા સંપ ઉપર સ્ટેરીંગ લોક કરી મૂકી હતી. તેમજ બામરોલી ગામના રાજુભાઇ જીવાભાઇ બામણીયાની 60,000ની કિંમતની પાસિંગ વગરની નવી નક્કોર બાઇક પોતાના ઘર આગળ મૂકી હતી.

તે દરમિયાન ચોર આ બન્ને બાઇકોને નિશાન બનાવી ચોરી કરી નાસી ગયા હતા. સવારે બાઇક જોવા ન મળતાં શોધખોળ કરી હતી પરંતુ આજ દિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી મયુરભાઇ રાઠોડે સાગટાળા પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...