અકસ્માત:​​​​​​​દાહોદના લીમડી-લીમખેડા હાઈવે પર બે બાઈક અથડાતાં બાઈક ચાલકનું મોત, પાછળ બેઠેલાને ઈજા

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેલરને ઓવરટેક કરતા સમયે આગળ જતા બાઈક સાથે અકસ્માત થયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડીથી લીમખેડા જવાના હાઈવે પર એક અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઇજા થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા.

ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડી-લીમખેડા હાઈવે પર એક મોટરસાઈકલનો ચાલક પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેની આગળથી એક ટ્રેલર ગાડી પણ પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રેલરને ઓવટેક કરવા જતાં આગળ જતી અન્ય એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર 21 વર્ષીય અંકિતભાઈ કલસીંગભાઈ ડામોર અને તેમની પાછળ બેસેલા મયુરભાઈ વસંતભાઈ હઠીલા બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈને જમીન પર પટકાયા હતાં. જેને પગલે અંકિતભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મયુરભાઈ તથા અકસ્માત સર્જનાર મોટરસાઈકલના ચાલકને પણ ઈજાઓ થઈ હતી. આ સંબંધે મલવાસી ગામે રહેતાં નીતીનભાઈ કલસીંગભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...