દુર્ઘટના:છાપરવડમાં ક્રૂઝરની ટક્કરે બાઇક સવાર બે ઘાયલ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીપલોદ ATMમાં રૂપિયા કાઢવા જતા હતા

ઠાસરાના મહેશભાઇ ચારેલ તા.8 ડિસેમ્બરે બાઇક લઇને ચુંદડી ગામે સંબંધીને ત્યાં આવ્યો હતો. તે દરમિયાન રૂપિયાની જરૂર હોઇ મહેશભાઇ ચારેલ તથા અજયભાઇ સંગાડા બન્ને બાઇક લઇને સીંગવડથી પીપલોદ એટીએમમાં પૈસા ઉપાડવા માટે પીપલોદ જવા માટે નિકળ્યો હતા.

તે દરમિયાન છાપરવડથી થોડા આગળ સામેથી આવતી ક્રુઝર ગાડીના ચાલકે પુરઝડપે હંકારી લાવી ટક્કર મારતાં બાઇક ઉપર સવાર મહેશભાઇ તથા અજયભાઇ બન્ને નીચે ફેકાઇ ગયા હતા. જેમાં અજયભાઇ સંગાડાને માથામાં તથા પેટના ભાગે તેમજ મહેશભાઇ ચારેલને મોઢાના ભાગે અને માથાના ભાગે તેમજ શરીરે સામાન્ય ઇજાઓ કરી ચાલક ક્રુઝર ગાડી મુકી નાસી ગયો હતો. ઇજાગ્રસ્તોને 108માં નજીકના સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાયા હતા. અકસ્માત સંદર્ભે અજાણ્યા ક્રુઝર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...