ધરપકડ:ખંગેલાથી કારમાં લવાતા 2.42 લાખનો દારૂ સાથે બે ઝડપાયા

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાયલોટીંગ કરનાર ફરાર : 5,43,400 રૂ.નો મુદ્દામાલ જપ્તકરાયો

દાહોદની ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી સ્કોર્પિયોના પાયલોટીંગમાં ગાડીમાં 2,42,400 રૂા.નો દારૂ લઇને આવતાં રોહતકના બે વ્યક્તિને પોલીસે ઝડપ્યા હતા. મધ્યપ્રદેશ તરફથી ગાડીમાં દારૂ ભરી ખંગેલા ચેકપોસ્ટ થઇ આવનાર હોવાની બાતમી કતવારા પી.એસ.આઇ. એ.પી. પરમારને મળી હતી.

જેના આધારે વોચમાં હતા. તે દરમિયાન મહિન્દ્રા ઇન્પેરીયો ગાડી આવતાં ઉભી રખાવતાં ચાલકે ગાડી ઉભી નહી રાખતાં પોલીસે પીછો કરી ભીટોડી ઢાળ પાસે ઓવરટેક કરી ઉભી રખાવી ગાડીમાં સવાર રોહતકના વિનય રાજેન્દર દાણેક તથા સુરેન્દ્ર રાજરૂપ વાલ્મીકીને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં દારૂ મળી આવ્યો હતો. જથ્થા વિશે પુછપરછ કરતાં અમારી આગળ હરિયાણાનો હિતેશ ઠાકુર નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઇને ચાલતો હતો. ગુજરાતમાં જથ્થો ક્યાં આપવાનો છે તે ફોન ઉપર બતાવીશ તેમ જણાવ્યું હતું.

જ્યારે દારૂ લઇને આવતી ગાડીને પોલીસે પકડી પાડતાં પાયલોટીંગ કનાર હિતેશ ગાડી લઇને નાસી ગયો હતો. ગાડીની અંદર બનાવેલા ડ્રોઅરમાથી રૂ.2,42,400 ની કુલ 588 બોટલો મળી હતી. કુલ 5,43,400 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બે તથા ફરાર હિતેશ વિરૂદ્ધ કતવારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...