આજે કાળીચૌદશ:દાહોદમાં આદિવાસીઓ આજે ગામેગામ ઝાપો પૂજશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતૃ તર્પણ સહિત ગામમાં બીમારી અને મેલી વિદ્યા અસર ના કરે, પશુધન નિરોગી રહે તે માટેની વિધિ

દાહોદ જિલ્લામાં આદિવાસી પ્રજામાં દરેક તહેવારને ઊજવવાની આગવી પરંપરા છે. દરેક તહેવારની પોતાની અલગ વિશિષ્ટતા હોય છે . તેના પાછળ વિશેષ કારણ હોય છે. મંગળવારના રોજ કાળીચૌદશે જિલ્લામાં ગામગામ ઝાપો પૂજવાની પરંપરાને અનુસરવામાં આવશે.

હાલમાં દિવાળીના દિવસે પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે દરેક ગામમાં દરેકે દરેક ઘરની આગળ ઝાંપા પર પૂજન અને નૈવેધની વિધી કરવામાં આવશે. જેમાં શ્વાનોને ભોજન કરાવવું તથા બહેન- ભાણેજોને જમાડવા તેમજ ભગવાનને નૈવેદ ધરાવવાની ચાલી આવતી અનોખી પ્રથા અનુસરવામાં આવશે. કેટલાંક લોકો કાળી ચૌદશની વહેલી પરોઢે તો કેટલાંક લોકો દિવસે પણ ઝાપો પૂજવાની વિધિ કરે છે. ગામમાં બીમારી ન આવે ને કોઈ મેલીવિદ્યાનો શિકાર ન બને અને પશુધન નિરોગી રહે તે માટે આ ઝાંપાની વિધિ કરવામાં આવે છે.

ઝાપા બે પ્રકારના હોય છે
ઘર બનાવેલ ઝાપા આગળ ગાયના છાણથી લીપણ કરી દીવો કરી નાળિયેર વધેરી ઝાપાનું પૂજન કરાશે.વર્ષ દરમિયાન ઘરની આગળ રખેવાળી કરતા ખત્રીઓને યાદ કરશે. ઝાંપાની વિધિ બે પ્રકારની હોય છે. પહેલો ઝાંપો જેમાં ગામના જ ઝાંપે બધા ભેગા મળી આખી રાત દેવના ગીતો ગાય છે. જેમાં કુકડા બકરાની બલિ આપે છે તેમાં દારૂનું ચલણ પણ જોવા મળે છે. જેને ગાયણીઓ ઝાપો કહેવાય છે જ્યારે બીજો સાદો ઝાંપો જેમાં ભોગ ભાડું આપવામાં આવતું નથી. માત્ર શ્રીફળ અને મીઠાઈ નો ઉપયોગ કરવામાં આવે છે.

નવા વર્ષ સુધી ઝાપાની વિધિ ચાલશે
દાહોદ જિલ્લામાં કેટલાંક લોકો કાળી ચૌદશના રોજ ઝાપો કરે છે. તો કેટલાંક લોકો દિવાળી જ્યારે કેટલાંક લોકો નવા વર્ષે પણ ઝાપાની વિધિ કરતાં હોય છે. આમ કાળી ચૌદશથી શરૂ થતી ઝાપાની વિધિ નવા વર્ષ સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...