રાષ્ટ્રીય જનજાતિ સંમેલન:માનગઢમાં જનજાતિના લોકોની દિવાળી પૂર્વેની દિવાળી, 6 રાજ્યોના રાષ્ટ્રીય જનજાતિ સંમેલનથી માનગઢની ધરતી ગુંજી ઉઠી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંમેલનમાં કુબેરભાઈ ડિંડોરનું ઉચ્ચ શિક્ષા મંત્રી બનવા બદલ સ્વાગત કરવામાં આવ્યુ જનજાતિ સમાજ સમસ્યાઓથી બહાર આવે તે માટેના પ્રયત્નો કરવા પર ભાર મૂકાયો

માનગઢના ગૌરવને લોકોના મનમાં જીવંત રાખવા માટે અને જનજાતિ સંસ્કૃતિ અને તેના સાંસ્કૃતિક પરંપરાની રક્ષા હેતુસર આ સંમેલન મળ્યુ હતુ. આ સંમેલનમાં કુબેરભાઈ ડિંડોરનું ઉચ્ચ શિક્ષા મંત્રી બનવા બદલ સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને કમલ ડામોર, અજીતદેવ પારગી તથા રાષ્ટ્રીય આદિવાસી મંચના પ્રમુખ એવા સંત નિતિનભાઈ પાડવીજીએ મુખ્ય સંબોધન કર્યુ હતુ. સાથે અન્ય વક્તાઓ સુધિર વસાવા, ઝારખંડથી સન્ની ટોપો, રાજસ્થાનથી ગોતમલાલ કટારા જેવા જનજાતિ અગ્રણીઓએ 6 રાજ્યોમાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓની વિશાળ સભાને સંબોધિત કરી હતી.

માનગઢમાં આદિજાતિ સંમેલનમાં વિિવિધ રાજ્યોમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
માનગઢમાં આદિજાતિ સંમેલનમાં વિિવિધ રાજ્યોમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં કમલ ડામોરે દરેક યુવાનને દેશની સકારાત્મક વિચારધારા સાથે જોડાયેલા રહેવાનુ સૂચન કર્યુ હતું અને જનજાતિ નાયકોના રસ્તે ચાલવા જણાવ્યુ હતું. અજીતદેવ પારગીએ પોતાની આગવી શૈલીમાં ગીત દ્વારા માનગઢની માટીનું મુલ રાખજો મારા ભીલ ભાઈઓ દ્વારા માનગઢના ગૌરવને જનજનમા ગુંજિત કરવા, ગુરુ ગોવિંદની એકતાની શીખને કેન્દ્રમાં રાખીને કહ્યુ હતું કે, આજે આપણે એ ધરતી પર છીએ, જે ધરતીના સંતે બે-બે વાર જેલની સજા થવા છતા પોતાનો ધર્મ છોડ્યો નહી કે અંગ્રેજોની સરકારોથી દબાયા પણ નથી. જનજાતિ પ્રદેશની વાતોમાં અહીના સમાજને ગુમરાહ કરનારા લોકોના ષડયંત્રોથી સાવધાન થવાનું આહ્વાન કરતા તેમણે કહ્યુ હતું કે, ભીલપ્રદેશની શું વાત કરો પુરા ભારતની વાત કરો કારણકે આપણા ગુરુએ દિલ્હીમાં ડંકો માર્યો હતો. સાથે જ તેમણે શિક્ષા, રોજગાર અને બધા જ રાજ્યોમાં જનજાતિ સમાજ એની સમસ્યાઓથી બહાર આવે તે માટેના પ્રયત્નો સાથે મળીને કરવા પર પણ ભાર મુક્યો હતો. દહેજ, દેખાદેખી અને નશીલા પદાર્થોથી આજનો યુવાન બરબાર થઈ રહ્યો હોવાથી તેને પણ સાચી દિશામા લાવવા માટે આહ્વાન કરાયું હતુ. સાથે સાથે સંમેલનમાં ગુરુ ગોવિંદ વાણીના ગાયક કાંતીભગતનું પણ સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...