સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં વેસ્ટર્ન રેલ્વે સામાજિક વનીકરણ વિભાગ અને આદિવાસી પરિવારના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન પધારેલા મહાનુભાવોનો આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું ત્યારબાદ મહાનુભવો અને આદિવાસી પરિવારના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ સંસ્થા UNO દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરાયો છે જેથી વિશ્વ આદિવાસી દિવસ -21ની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા રોડ નજીક પરેલ વિસ્તારમાં પશ્ચિમ રેલવે દાહોદ, સામાજિક વિભાગ દાહોદ, અને આદિવાસી પરિવાર દાહોદના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી પરિવાર દ્વારા રેલવેના વર્ક વિભાગના AIN માંગીલાલ ભાઈ અને સાઉથ ભાગનાAIN રિષભ સિંહનુ તેમજ વનવિભાગ દાહોદના ACF વિનોદભાઈ ડામોરનું આદિવાસી પરંપરા મુજબ ઝુલડી સાફો પહેરાવીને સ્વાગત કરાયું હતું નવજીવન કોલેજના આચાર્ય સંગાડા ગૌતમભાઈ તેમજ ડોક્ટર અમરસિંહ ચૌહાણ નું પણ પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું .વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા “તાત્યા ભીલ વગડા” મુકામે વૃક્ષારોપણ કરાયું હતું. રેલવે કોલોની નગર અને તાલુકામાંથી ઉપસ્થિત લોકોને હાજરીમાં આયુર્વેદિક અને ફળફળાદીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.