10 મુસાફરો ઘાયલ:વલસાડથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સ થાળા ગામે પલ્ટી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફુલ સ્પીડમાં જતા અચાનક બ્રેક મારતાં પલ્ટી ખાધી : ચાલક સ્થળ પરથી ફરાર

વલસાડથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સ બસના ચાલકે લીમડી લીમખેડા હાઇવે ઉપર થાળા ગામે અચાનક બ્રેક મારતાં પલ્ટી ખાતા અંદર સવાર પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાંથી વધુ ઘાયલ 10ની સારવાર કરી હતી. રાજસ્થાનના કુશલગઢના જાલમભાઇ સરદારભાઇ ભગોરા તથા સુનિલભાઇ શુક્રવારે જીજે-19-યુ-1035 નંબરની લકઝરી બસમાં વલસાડથી રાજસ્થાન જવા માટે નિકળ્યા હતા અને ટ્રાવેલ્સમાં અન્ય મુસાફરો પણ સવાર હતા.

તે દરમિયાન શનિવારે વહેલી સવારે 5 વાગ્યે લીમખેડા લીમડી રોડ ઉપર થાળા ગામે બસના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી અચાનક બ્રેક મારતાં ટ્રાવેલ્સ બસ રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી. જેમાં જાલમ ભગોરાને ઇજાઓ થઇ હતી. તેમજ બસમાં બેસેલા પુનાભાઇ કટારાને ખભાના ભાગે તેમજ સુનીતાબેન ભાભોરને હાથે ઇજા થઇ હતી. જાલમભાઇના છોકરા સુનીલને સમાન્ય ઇજા થઇ હતી. તેમજ મુસાફરોને ઓછીવત્તી ઇજા થઇ હતી. ચાલક બસ પલ્ટી મારતાં આજુબાજુમાં માણસો ભેગા થયા અને પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીમડી સરકારી દવાખાને લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રીફર કરતા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે જાલમભાઇ સરદારભાઇ ભગોરાએ બસ પલ્ટી ખાધા બાદ ભાગી ગયેલા રક્ષા ટ્રાવેલ્સ બસના ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...