સુવિધા:દિલ્હી - મુંબઇ રૂટ ઉપર 2024માં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે, જીએમ આલોક કંસલનો દાવો

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આગામી ત્રણ વર્ષમાં દિલ્હી-મુંબઇ રૂટ ઉપર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડતી થશે. રેલવેએ દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા કોરિડરની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક કરવાની મંજુરી આપી દીધી છે. તેનો ટાર્ગેટ 2024 સુધી પૂર્ણ કરવા માટે આદેશ અપાયો છે. સ્પીડને 160 કિ.મિ. પ્રતિ કલાકની કરવા માટે રતલામ, વડોદરા અને અમદાવાદ મંડળમાં પણ કામ શરૂ થઇ ગયું છે.

પશ્ચિમ રેલવેના જી.એમ આલોક કંસલે રતલામ મંડળના બે દિવસના નિરીક્ષણ માટે આવતાં આ દાવો કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં મંડળના નાગદા-રતલામ-ગોધરા રેલવે ખંડની મહત્તમ સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની છે. રતલામ-ગોધરા સેક્શનમાં સેફ્ટીને ધ્યાને લેતા ગોળાઇ, કર્વ અને ઘાટને કારણે સ્પીડ લીમીટ લગાવાઇ છે.