લોકોની માગ:દાહોદમાં ઇન્દોર તરફના રસ્તાનું કામ અટવાતાં ટ્રાફિકનું ભારણ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં એમજીવીસીએલ પાસેના નવીન રસ્તાનું કામ ખોરંભે - Divya Bhaskar
દાહોદમાં એમજીવીસીએલ પાસેના નવીન રસ્તાનું કામ ખોરંભે
  • રસ્તો શરૂ થાય તો‌ શહેરમા‌‌ં ટ્રાફિકનુ‌‌ં ભારણ‌ ઘટાડી શકાય
  • ​​​​​​​નવા ​​​​​​​બ્રિજનું નિર્માણ વહેલી તકે શરૂ કરવા લોકોની માગ

દાહોદ શહેર માટે મહત્વનો રસ્તો એમજીવીસીએલથી ઈન્દૌર હાઈવે તરફ જતા માર્ગ ઉપર બ્રીજ બનવાનો હતો. પરંતુ કોઈક કારણોસર આ રસ્તાનું કામકાજ છેલ્લા ઘણા સમયથી અટવાઈ પડ્યું છે. જેને પગલે દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જો આ બ્રીજનું નિર્માણ વહેલીમાં વહેલી તકે કરવામાં આવે તો મોટા અને ભારે વાહનોની અવર જવર આ બ્રીજથી થશે તો દાહોદમાં ચોક્કસ પણ ટ્રાફિકનું ભારણ ઓછુ કરી શકાય તેમ છે.

દાહોદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. અને તેમાંય મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે અને મોટા વાહનોની અવર જવરને પગલે ટ્રાફિક વધી રહ્યો છે. હાલ દાહોદ શહેરમાં ઘણા વિસ્તારોમાં સ્માર્ટ સીટી અંતર્ગત નાના મોટા કામકાજો પણ ચાલી રહ્યાં છે જેને પગલે પણ ટ્રાફિકની સમસ્યા ઉદ્‌ભવી રહી છે. દાહોદ એમ.જી.વી.સી.એલ.થી ઈન્દૌર હાઈવે તરફ જતો રસ્તાના નિર્માણનું કામકાજ કોઈક કારણોસર ખોરંભે પડ્યું છે.

આ બ્રીજ બની ગયો અને કેટલાંય સમયથી બાકી રહેલ કામકાજ બંધે છે જેને કારણે આ રસ્તો પરિપુર્ણ રીતે બન્યો નથી. હાલ દાહોદ શહેરમાં કેટલાંક રસ્તાઓમાં કામકાજ ચાલે છે. જેને પગલે ખાનગી જગ્યાઓએથી ડાઈવર્ઝન આપવાની ફરજ રહી છે. ખાનગી જગ્યામાંથી ડાઈવર્ઝનને પગલે ત્યાંથી મોટા અને ભારે વાહનોના પસાર થવાને કારણે નુકસાન થઈ રહ્યું ‌છે. શહેરમાં વધુ ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્‌ભવવા પામી રહી છે માટે આ રસ્તો બની જાય અને વહેલામાં વહેલી તકે શરૂં થઈ જાય તો અનાજ માર્કેટથી લઈ જે ટ્રાફિક છે તેને થોડી કારણે થોડી સહુલીયત ઉભી થાય તેમ છે. આ બ્રીજનું નિર્માણ શા માટે અધુરુ પડ્યુ છે તે હાલ ચોક્કસ પણે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...