તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:દાહોદમાં દુકાને દોરડાં બાંધીને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા વેપારીઓ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદના ફરસાણ વિક્રેતાઓથી લઇ કાપડ કે જે તે છૂટક ચીજવસ્તુઓ વેચતા બહુધા વેપારીઓએ ગ્રાહક દુકાને આવે તે સમયે પોતાનાથી નિશ્ચિત અંતરે ઉભો રહે તે માટે દોરડા બાંધી દીધા છે અથવા તો એક ટેબલની આડ મુકીને આશરે એક મીટર જેટલું અંતર જળવાઈ રહે તે રીતે ગોઠવણી કરી દીધી છે. મોઢે માસ્કની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ કોરોનાથી બચવા માટે આવશ્યક બન્યું છે. ત્યારે દાહોદના વેપારીઓનો આ અભિગમ, વેપારીઓની સલામતી કાજે હોવા ઉપરાંત ગ્રાહકોમાં પણ સારો આવકાર પામ્યો છે. દાહોદમાં આસપાસથી લોકોનું આવાગમન નહીંવત હોઈ ધારી ઘરાકી જ નહીં મળતા વેપારીઓ ગાઈડલાઈનના સમય કરતા પણ ઓછો સમય દુકાનો ખોલે છે.

અન્ય સમાચારો પણ છે...