ભેળસેળિયા વેપારીઓમાં ભય ફેલાયો:દેવગઢ બારીયામાં નબળી કક્ષાનું મીઠું વેચવા બદલ વેપારી અને ઉત્પાદકને દંડ ફટકારાયો

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીને 5000 અને ઉત્પાદકને 15000 દંડ વસૂલવા હુકમ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા શહેરમાં આવેલા એક મીઠા (નમક) ના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી હતી. મીઠા (નમક)ના પેકીંગ લઈ તેને પૃથ્થકરણ માટે મોકલતાં રિપોર્ટમાં મીઠાનું પેકેટ મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આ કેસ દાહોદના એડ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ સુધી પહોંચતાં અધિક કલેક્ટર દ્વારા આ મામલે દેવગઢ બારીયાના વેપારી પેઢીના માલિક અને ઉત્પાદક પેઢી સામે પગલાં લઈ બંન્ને વેપારીઓને કુલ રૂા. 20,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. જેથી દાહોદ જિલ્લામાં ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
2019માં મીઠાનો નમુનો લેવામાં આવ્યો હતો
ગત તા.26 ફેબ્રુઆરી 2019ના રોજ દાહોદના ફુડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા દેવગઢ બારીયા નગરના ધાનપુર રોડ ખાતે આવેલા આરીફભાઈ બાબુભાઈ મન્સુરીની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ફુડ ઓફિસર દ્વારા દુકાનમાંથી ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટનું 1 કિ.ગ્રામ.નું પેકીંગનો નમુનો પૃથ્થકરણ કરાવવા માટે ફુડ એનાલીસ્ટ ભુજને પૃથ્થકરણ માટે મોકલી આપ્યું હતું.
2019માં જ સેમ્પલ મીસ બ્રાન્ડેડ જાહેર થયું
​​​​​​​
જેનો અહેવાલ રિપોર્ટ તારીખ 2 એપ્રિલ 2019ના રોજ આવતાં આ અહેવાલ રિપોર્ટમાં ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટ મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ પેકીંગ ચામુંડા ઈન્ડસ્ટ્રીઝ, રણ રોડ, ખારાગોડા, મુ.પો. ખારાગોડા, તા.દસાડા, જિ. સુરેન્દ્રનગર દ્વારા પેકીંગ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, લેબલીંગના ધોરણો મુજબ નમુનાના લેબલ ઉપર એફએસએસએઆઈ સીમ્બોલ અને એફએસએસએઆઈ લાયસન્સ નંબર ફરજીયાત હોવા છતાં દર્શાવવામાં આવ્યુ ન હતું.
વેપારી અને ઉત્પાદકને દંડ ફટકાર્યો
​​​​​​​
આ સમગ્ર મામલો દાહોદના એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ પાસે પહોંચ્યો હતો. નિવાસી અધિક કલેક્ટર દ્વારા દેવગઢ બારીઆ નગરના વેપારી પેઢીના માલિક આરીફભાઈ બાબુભાઈ મન્સુરીને રૂા. 5,000અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ચામુંડા ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદક પેઢીના માલિક યોગેશ શિવભગવાન પારકીને રૂા. 15,000નો એમ કુલ મળી બંન્ને વેપારીઓ પાસેથી મળી કુલ રૂા.20,000નાં દંડની વસુલાતનો હુકમ કરતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...