તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને રજા:દાહોદમાં રવિવારે વેપાર પર પ્રતિબંધ યથાવત, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોને નિયંત્રિત કરવાની બાબતને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર વિજય ખરાડીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહેશે
દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેરમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી શકશે નહીં. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતનો અમલ આવતી કાલ તા. ૦6-૦6-2-21થી કરવાનો રહેશે. અને બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહેશે. જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે.

વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ જરૂરી
બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દુકાનો ઉપર સેનેટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...