ઉજવણી:આજે 12 ગામમાં ચુલ, 9 ગામોમાં ચાડિયા અને બે સ્થળે રાડનો મેળો

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં મંગળવાર બાદ બુધવારે પણ રંગોત્સવ મનાવાશે

દાહોદ જિલ્લામાં મહત્તમ ગામોમાં સોમવારના રોજ હો‌ળી પ્રગટાવ્યા બાદ ઘણા સ્થળે મંગળવારના રોજ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કેટલીક જગ્યાએ મંગળવારને પડતર દિવસ માનીને બુધવારે ધુળેટીની દિવસે દાહોદ જિલ્લામાં તમામ વાહન વ્યવહાર સાથે માર્કેટ પણ બંધ રહે છે. જોકે, બે અગિયાસરને કારણે ધુળેટીની ઉજવણીમાં અસમંજસ જોવા મળ્યુ હતું. મંગળવારના રોજ રંગોત્સવની ઉજવણી બાદ બુધવારે પણ જિલ્લામાં ઘુળેટી મનાવવામાં આવશે. કેટલીક જગ્યાએ મંગળવારના રોજ પણ હોળી પ્રગટાવાઇ હોવાના અહેવાલ મળ્યા છે.

હોળી બાદ દાહોદ જિલ્લામાં મેળાની મોસમ જામે છે ત્યારે બુધવારના રોજ દાહોદ જિલ્લામાં રણિયારના પ્રસિદ્ધ મેળા સાથે 12 ગામોમાં ચુલના મેળા ભરાશે. આ સાથે 9 ગામો એવા છે જ્યાં ચાડિયાના મેળા ભરાશે અને બે ગામોમાં રાડનો મેળો ભરાશે તેવા અહેવાલ મળ્યા છે. મંગળવારના રોજ દાહોદ શહેરનું માર્કેટ રાબેતા અને વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ ધમધમતુ જોવા મળ્યુ હતું.

એટીના આઠ રૂટ કેન્સલ કરાયા દાહોદમાં ધુળેટીના દિવસે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના રૂટો દર વર્ષે કેન્સલ રાખવામાં આવે છે. ત્યારે મંગળવારના રોજ પણ એસ.ટી વિભાગે આઠ રૂટ કેન્સલ રાખ્યા હતાં. જોકે, બુધવારના રોજ પણ ધુળેટીની ઉજવણી કરાશે ત્યારે રૂટ કેન્સલ કરવા કે નહીં તે અંગેનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...