જાહેરનામું:પક્ષીઓ બચાવવા સવારે 6થી 8, સાંજે 5થી 7માં પતંગ ના ચગાવો

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉત્તરાયણ સબંધે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દાહોદ જિલ્લામાં આગામી ઉત્તરાયણના પર્વને લઇને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે તહેવારના ઉત્સાહમાં કોઇને નુકશાન ન થાય એ જોવું પણ જરૂરી છે. ચાઇનીઝ તુક્કલોથી આગ લાગવાના બનાવો, પ્લાસ્ટીક-સિન્થેટીક ચાઇનીઝ દોરીથી પક્ષીઓની સાથે સાથે માણસો પણ જાન ગુમાવે છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ તા. 5થી 20 સુધી કેટલાંક પ્રતિબંધો મૂકયા છે. આ હુકમનો ભંગ કરનાર સામું કાયદેસરની કાર્યવાહી કરાશે.

જાહેરનામા મુજબ, પતંગ ચગાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી-માંઝાનો ઉપયોગ કરવો નહી. સ્કાય લેન્ટર્ન એટલે કે ચાઇનીઝ તુક્કલ સળગાવી કે ઉડાડવા નહી. વીજળીના તાર પર લંગર નાખીને પતંગ કે દોરી ઉતારવાનો પ્રયાસ કરવો નહી. સવારના 6 થી 8 વાગ્યા તેમજ સાંજના 5 થી 7 વાગ્યા દરમિયાન આકાશમાં પક્ષીઓની અવરજવર વધુ રહેતી હોવાથી આ સમયગાળા દરમિયાન પતંગ ચગાવવા કે ઉડાવવા નહી. પતંગ તથા દોરા વેચવાનો ધંધો કરનાર વેપારીઓ કે અન્ય કોઇ પણ વ્યક્તિએ ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરવું નહી.

અન્ય સમાચારો પણ છે...