ફરિયાદ:વાત કરવાનું જણાવી યુવક પાસેથી મોબાઇલ ઝુંટવી ત્રણ યુવક ફરાર

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીમડી-લીમખેડા હાઇવે નજીક ધોળે દિવસે બનેલી ઘટના

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના સેવનીયા ગામે લીમડી-લીમખેડા હાઇવે નજીક ગુરૂવારના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં લીમડી સેવનિયા ફળિયામાં રહેતા ચીમનભાઇ કમજીભાઇ ભુરીયા તથા તેમનો પુત્ર દર્શનભાઇ તેમની દુકાનમાં બેઠા હતા.

તે દરમિયાન જીજે-20-બી-1700 નંબરની કાળા કલરની મોટર સાયકલ પર આવેલ આશરે 23 વર્ષના અને જીન્સ પેન્ટ શર્ટ પહેરેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દર્શનભાઈ પાસે ફોન કરવા માટે મોબાઈલ ફોન માંગી દર્શનભાઇના હાથમાંથી 15 હજાર રૂપિયાનો મોબાઇલ ઝુંટવી મોટર સાયકલ નાસી ગયા હતા. મોબાઇલ ઝુંટવીને ભાગતા ચીમનભાઇ તથા તેમના પુત્રએ દર્શને બુમાબુમ કરી ત્રણેય અજાણ્યા વ્યક્તિઓની પાછળ ભાગ્યા હતા પરંતુ ત્રણેય બાઇક ઉપર બેસી નાસી ગયા હતા.

આ સંદર્ભે ચીમનભાઇ કમજીભાઇ ભુરીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરી ગુનો નોંધી મોબાઇલ ઝુંટવી નાસી ગયેલા ત્રણેય વ્યક્તિઓની શોધખોળના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...