જુગારધામ ઝડપાયું:દાહોદમાં ગોદીરોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, કુલ રૂ. 17 હજારનો મુદ્દામાલ જપ્ત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદમાં ગોદીરોડ પર બારોટ ચાલમાં જાહેરમાં પાના પત્તા વડે રમાતા હારજીતના જુગાર ઉપર પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસે દાવ પરના તેમજ અંગઝડતીના મળી કુલ રૂા. 1210ની રોકડ, ત્રણ મોબાઈલ ફોન, તથા પત્તાની કેટ મળી કુલ રૂા. 17 હજાર 210નો મુદ્દામાલ ઝડપ્યો હતો. સાથે જ ત્રણ જુગારીઓની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.

દાહોદ ઉકરડી રોડ પર રહેતાં મણીલાલ ભાભોર, દેલસર ગામના વિકાસસીંગ મહેન્દ્રસીંહ રાઠોડ તથા દાહોદ ગોદી રોડ ખાતે રહેતાં દિપક ઈન્દ્રસીંગ મારવાડી દાહોદ બારોટ ચાલમાં રાતના સવા દશ વાગ્યાના આસપાસ જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યાં હતાં. આ દરમ્યાન દાહોદ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે સ્થળ પર ઓચિંતો છાપો મારતાં પોલીસે ઉપરોક્ત ત્રણેય જુગારીઓની અટકાયત કરી હતી.

દાવ પરથી રોકડા રૂપિયા 510, અંગઝડતીમાંથી રૂા. 700, ત્રણ મોબાઈલ ફોન, પાના પત્તાની કેટ મળી કુલ રૂા. 17 હજાર 210નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...