કાર્યવાહી:ઝાલોદમાં ચોરીના દાગીનાનો ભાગ પાડે તે પહેલાં જ ત્રણ તસ્કર LCBના હાથે પકડાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ, ગાંધીનગર અને દાહોદમાં ઘરફોડ ચોરી કરનાર ઝડપાયેલા ત્રણ યુવકો - Divya Bhaskar
અમદાવાદ, ગાંધીનગર અને દાહોદમાં ઘરફોડ ચોરી કરનાર ઝડપાયેલા ત્રણ યુવકો
  • સોના, ચાંદીના દાગીના મળી કુલ રૂા.29,650નો મુદામાલ જપ્ત, અમદાવાદમાં 2, ગાંધીનગર અને દાહોદમાં 1 ઘરફોડ ચોરી કબૂલી

અમદાવાદ, ગાંધીનગર અને દાહોદમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ યુવકો ઝાલોદ તળાવની પાળ ઉપર ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થયા હતાં.ત્યારે બાતમી આધારે એલ.સી.બી.એ ઝાલોદ તળાવની પાળ ઉપરથી ઝડપી પાડ્યા હતા. યુવકો પાસેથી 29 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઝાલોદ ગામમાં તળાવની પાળ ઉપર ત્રણેક ઇસમો બહાર ગામ કોઇ જગ્યાએથી ચોરી કરી લાવેલ દાગીના ભાગ પાડવાની ફિરાકમાં ભેગા થયા હોવાની બાતમી એલસીબી પીઆઇ બી.ડી શાહને મળી હતી.

રિવકર કરાયેલા મુદ્દામાલની તસવીર.
રિવકર કરાયેલા મુદ્દામાલની તસવીર.

ઝાલોદ પંથકમાં તપાસમાં નીકળેલાપી.એસ.આઇ. પી.એમ.મકવાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ પીઆઇ શાહની સુચના અને માર્ગદર્શનમાં તળાવે ધસી ગયા હતાં.ત્યાંથી ફતેપુરાના જવેસી ગામના લાલુભાઇ રાવલાભાઇ ગણાસવા, જવેસીના રાકેશભાઇ ચંપાભાઇ નિસરતા તથા ઘુઘસના રાજુભાઇ હવજીભાઇ પારગીને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછમાં આશરે બે માસ અગાઉ સહઆરોપીઓ સાથે ભેગા મળી સંજેલી ગોવિંદાતળાઇ ગામે બે માળના એક મકાન જેના નીચેના માળના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર રૂમમાં મુકેલી તીજોરીનુ લોક તોડી તેમાં મુકી રાખેલ સોનાના ઝુમ્મર તથા સોનાની બુટી તેમજ રોકડ રૂપિયાની ચોરી કર્યાની કબુલાત કરી હતી.

તેમજ બે માસ અગાઉ ગાંધીનગર કોબા સર્કલની બાજુમા ધોળાકૂવામાં આવેલ એક ફલેટમા રોકડા રૂપિયાની, તેમજ એકાદ માસ અગાઉ અમદાવાદ વટવા ગામડી રોડ વિસ્તારમાં એક સોસાયટીમા બંધ મકાનનુ લોક તોડી સોના ચાંદીના દાગીના, પંદરેક દિવસ પહેલા અમદાવાદ રામોલ ચોકડી વસ્ત્રાલ હાઇવે રિંગરોડ રોડની બાજુમા સાથ એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના દાગીના ચોરી કર્યાની કબુલાત કરી હતી.

આરોપીઓ પાસેથી આશરે 48 ગ્રામની એક ચાંદીની પોચી, આશરે 18 ગ્રામ વજનનના ચાંદીના છડા નંગ 2 (જોડ-1), આશરે 7 ગ્રામની ચાંદીની પોચી નંગ 1, આશરે 13 ગ્રામની ચાંદીની મણકાવાળી કંઠી નંગ 1, આશરે 5 ગ્રામની સોનાના ઝુમ્મર નંગ 2 મળી સોના-ચાંદીના દાગીના મળી કુલ 29,650 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

ઘરરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવાની એમ.ઓ.
પકડાયેલ આરોપીઓ તેઓના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન રેકી કરી રાત્રીના સમયે ચોકકસ જગ્યાએ ભેગા મળી બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવાની એમ.ઓ.ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...