તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચૂંટણી સંબંધે તકરાર કરી લાકડીથી હુમલો કરી ત્રણ જણાને ઘાયલ કર્યા

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૂંટણીમાં તને હરાવી દીધો, ગામમાં રહેવા નહીં દઇએ
  • નઢેલાવ ગામના નવ લોકો સામે ફરિયાદ નોંધાવાઇ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવમાં અમો ચૂંટણીમાં તને હરાવી દીધો છે અને હવે ગામમાં પણ નહી રહેવા દઇએ કહી લાકડીઓથી હુમલો કરી ત્રણને ઘાયલ કર્યા હતા. આ સંદર્ભે જેસાવાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના જવસિંગ લાલુ મિનામા, સવસિંગ લાલુ મિનામા, ખેમચંદ ઉર્ફે ખેમા માલુ મિનામા, સંજય સવસિંગ મિનામા, મેહુલ જવસિંગ મિનામા, ખુમાન ઉર્ફે ખુમો નગરા મિનામા, મકના વીરસિંગ મિનામા, જશવંત ઉર્ફે જેશુ લાલા મિનામા તથા સમસુ તીતરીયા મિનામા ગેરકાયદેસર મંડળી રચી લાકડી જેવા મારક હથિયારો ધારણ કરી ગાળો બોલી નિલેશભાઇને કહેવા લાગેલ કે તને અમોએ ચૂંટણીમાં હરાવી દીધો છે

અને તને ગામમાં પણ નહી રહેવા દઇએ તેમ કહી ઉશ્કેરાઇ જઇ જવસિંગ મિનામાએ હાથમાં લાકડી લઇ દોડી આવી કલ્પેશભાઇને જમણા હાથ ઉપર મારી ઇજા કરતા ગોવિંદભાઇ વચ્ચે છોડાવવા પડતા તેને પણ માથામાં લાકડી મારી ઇજા કરી હતી. તેમજ સંજય મિનામાએ તેના હાથમા લાકડી લઇ દોડી આવી રાજેશભાઇને માથામાં મારી ઇજા કરી હતી. તેમજ તમામ લોકોએ છુટ્ટા હાથની મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે શનુભાઇ માનાભાઇ પરમારે હુમલાખોરો વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...