દારૂ સાથે મહિલા ઝડપાઈ:દાહોદના રાબડાલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થેલાઓમાં ભરી 44,800રુનો દારુ સપ્લાય કરાય તે પહેલા જ પોલીસની ઝપટમા આવી ગયા

દાહોદ તાલુકાના રાબડાળ ગામે પોલીસે બે મહિલા સહિત ત્રણ જણા પાસેથી થેલાઓમાં ભરી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.કુલ રૂા. 44,800ના જથ્થા સાથે ત્રણેયને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.આમ હવે ગુનાખોરીમા પણ મહિલાઓ કસબ અજમાવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.

મહિલાઓ પાસેથી ઝડપાયેલો દારુનો જથ્થો
મહિલાઓ પાસેથી ઝડપાયેલો દારુનો જથ્થો

દાહોદ તાલુકાના રાબડાળ ગામે મુવાલીયા ક્રોસીંગ પરથી પોલીસ બપોરના 2 વાગ્યાના આસપાસ પસાર થઈ રહી હતી. તે સમયે ત્યાં ઉભેલી ગંગાબેન પોપટભાઈ કલારા (રહે.ધામરડા, તા.દાહોદ), અંબુબેન શંકરભાઈ ડામોર (રહે. માતવા, તા.દાહોદ) અને રમણભાઈ નરેશભાઈ ભુરીયા (રહે. વરમખેડા, તા. દાહોદ) આ ત્રણેય જણા પોતાની સાથે થેલાઓ સાથે ઉભા હતાં. ત્યારે પોલીસને તેઓની ઉપર શંકા જતાં તેઓની પાસે જઈ પુછપરછ કરી હતી પરંતુ પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેઓની પાસેના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 356 કિંમત રૂા. 44,800ના જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય ઈસમોને પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...