કોરોના અપડેટ:દાહોદ અને ઝાલોદમાં કોરોનાના વધુ ત્રણ કેસ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3ને રજા આપતાં​​​​​​​ એક્ટિવ કેસ 10 રહ્યા

દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધતુ જોવાઇ રહ્યું છે. છેલ્લા કેટલાંક દિવસોથી નાની સંખ્યામાં પરંતુ કેસો આવી રહ્યા હોવાથી જિલ્લાની પ્રજાને થોડાક ચેતવાની જરૂર જણાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરી દીધો છે. જિલ્લામાં 1005 લોકોના આરટીપીસીઆર અને 230 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સતત બીજા દિવસે દાહોદ શહેરમાં બે વ્યક્તિ પોઝિટિવ આવી હતી. આ સાથે ઝાલોદ ગ્રામ્યમાં પણ એક વ્યક્તિ પોઝિટિવ જાહેર કરવામાં આવી હતી.

બુધવારના રોજ સાજા થયેલા ત્રણ દર્દીને રજા આપવામાં આવી હતી ત્યારે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા દાહોદ જિલ્લામાં 10 બચી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી જેટલાં પણ કેસ આવ્યા છે તેમને હળવો તાવ અને શરદી થયા બાદ તપાસ કરાઇ હતી. પોઝિટિવ આવતાં લોકોને સંક્રમણ કઇ રીતે લાગી રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...