ધરપકડ:દાહોદમાં જમીન દલાલની હત્યા કેસમાં વધુ ત્રણની ધરપકડ કરાઇ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોપારી આપનાર, લેનાર, રેકી કરનારને 4 દિ’ના અને હત્યારાને 7 દિ’ના રિમાન્ડ

દાહોદમાં જમીન દલાલની હત્યાના પ્રકરણમાં બુધવારે શહેર પોલીસે સોપારી આપનાર બિલ્ડર, સોપારી કબુલનાર અને રેકી કરનાર ત્રણેની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં. આ ત્રણેના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. દાહોદના બિલ્ડર મોહમ્મદ લોખંડવાલાએ કોર્ટ કેસ સહિતની દાઝ રાખીને જમીન દલાલ યુનુસ કતવારાવાલાનું કાસળ કાઢવા માટે ગોધરા રોડનાં મોઇન પઠાણને 10 લાખની સોપારી આપી હતી. મોઇને મિત્ર મુસ્તુફા શેખને હત્યાનું કામ સોપ્યુ હતું. યુનુસ કતવારાવાલાની હિલચાલ પર નજર રાખવા કાળુ ઉર્ફે ફહદ રિઝવીને સાધ્યો હતો.

તા.21 ના રોજ મુસ્તફાએ કુકડા ચોકમાં ધોળે દિવસે ચાકુના ઉપરા-છાપરી ઘા મારીને યુનુસભાઇની હત્યા કરી દીધી હતી. મુસ્તુફાની ધરપકડ કરીને શહેર પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે બુધવારના રોજ મોહમ્મદ, મોઇન અને કાળુ ઉર્ફે ફહદની પણ ધરપકડ કરીને શહેર પીઆઇ વી.પી પટેલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આ પ્રકરણમાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ માટે પોલીસે ત્રણેના 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.ત્યારે કોર્ટે આ ત્રણેને ચાર દિવસના રિમાન્ડ ઉપર રાખવાની મંજુરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...