સામાજિક ચિંતા:દાહોદ જિલ્લાના જૂદા જૂદા ગામડાંઓમાંથી ત્રણ સગીરાના લગ્નના ઈરાદે અપહરણ કરાયા

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય અપહયુત સગીરાની જનેતાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લામાંથી ત્રણ જૂદી જૂદી જગ્યાએથી ત્રણ સગીરાઓના લગ્નની લાલચે ત્રણ યુવકો અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ છે. ત્યારે દાહોદ જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કિસ્સામા થયેલો વધારો હવે ચિંતાજનક સ્થિતિએ પહોચ્યો છે.

ગરબાડામાંથી સગીરાનુ અપહરણ કરાયુ
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં બનવા પામ્યો હતો. જેમાં ગરબાડા તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે સંગાડા ફળિયામાં રહેતો શખ્સ તેના ભાઈની મદદથી સગીરાને પટાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી ગરબાડા નગરમાંથી અપહરણ કરી લઈ નાસી ગયો છે. આ સંબંધે સગીરાની માતા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ તાલુકામાંથી યુવક સગીરાને પ્રેમના પાઠ ભણાવી લઈ ગયો
સગીરાના અપહરણનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના રળિયાતી ભુરા ગામે બન્યો હતો. જેમાં ગત તા.31મી જુલાઈના રોજ રળિયાતી ભુરા ગામે આંબા ફળિયામાં રહેતો શખ્સ ગરાસીયાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાથી પણ લગ્નના ઈરાદે સગીરાને યુવક ઉઠાવી ગયો
સગીરાના અપહરણનો ત્રીજાે બનાવ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે બન્યો હતો. જેમાં ગત તા.13 જુલાઈના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરાને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા સગીરાનું અપહરણ કરી લઈ ફરાર થઈ ગયો છે. આ સંબંધે સગીરાની માતા દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...