તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દાહોદ જિલ્લામા ત્રણ અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માતમાં ત્રણના મોત

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંબંધિત પોલીસ મથકોએ ફરિયાદો નોંધાઈ

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માત થયા હતા.આ ત્રણ બનાવોમાં ત્રણ વ્યકિતઓના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સંબંધે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલલામા અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીયા તાલુકાના ગામડી ગામે રોડ પર બન્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સરસાવ ગામે રહેતાં અમીતભાઈ છત્રાભાઈ પટેલ અને તેમની સાથે પુષ્પાબેન ઉર્ફે જલીબેન (ઉ.વ.16) એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર ગામડી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન અમીતભાઈએ મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે પાછળ બેઠેલ 16 વર્ષીય પુષ્પાબેન ઉર્ફે જલીબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ રોડની સાઈડમાં આવેલા લોખંડના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં તેઓને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે સુથાર ફળિયામાં રહેતાં મહેશભાઈ રતનભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવદેવગઢ બારીયા તાલુકાના કાળી ડુંગરી ગામે બન્યો હતો.જેમાં એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે હંકારી લાવી તે સમયે કાળી ડુંગરી ગામમા ઘરના આંગણામાં બેઠા હતાં .ત્યારે ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક આંગણામાં ઘુસાડી દેતાં આંગણામાં બેઠેલા વ્યક્તિઓ પૈકી ચંપાબેન રમણભાઈ પટેલ (ઉ.વ.50 રહે. કાળી ડુંગરી) ઉપર ટ્રકના પૈડા ચઢાવી દેતાં તેઓનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિઓને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે કાળી ડુંગરી ગામે ઝોરા ફળિયામાં રહેતાં રમણભાઈ ભુરાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના લીમડી હાઈવે રોડ પર સાંપોઈ ગામ તરફ બનવા પામ્યો હતો .જેમાં એક મોટરસાઈકલના ચાલકે અને એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાના વાહનો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક બુલેટ મોટરસાઈકલના ચાલક ભરતભાઈ (રહે.સાંપાઈ, મંદિર ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ)ને અડફેટમાં લેતાં ભરતભાઈ પોતાની બુલેટ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સાંપોઈ ગામે મંદિર ફળિયામાં રહેતાં છગનભાઈ તેજાભાઈ આમલીયારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...