નિંદકાપૂર્વ ગામે મજુરીના પૈસાની લેવડ દેવડના મુદ્દે ઝઘડામાં તલવાર, લોખંડનો સળીયો તથા પથ્થર જેવા મારક હથિયારો ઉછળતાં એક મહિલા સહીત ત્રણને ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ આપી હતી. નિંદકાપૂર્વના મનજી મકવાણા તથા તેમના ભાઇ જીગ્નેશભાઈ અને માસી રવિતાબેન વરસીંગભાઇ ઘરે હતા.
તે દરમિયાન ફળિયામાં રહેતા તેમના કુટુંબી દીલીપ કાળુ મકવાણા, સુરેશ કાળુ મકવાણા, લાલુ દુબળા મકવાણા તથા કાળુ પુંજા મકવાણા તેમના ઘરે આવી કહેવા લાગેલ કે, અમે દીલીપભાઈ તથા લાલુભાઈ એમ જણા અમદાવાદ બંને મ્યુનિસીપાલટીમાં સાથે કામ કરતા હતા તેના પૈસા તમે ઉપાડીને ખાઈ ગયા છો તેમ કહી ઉશ્કેરાઈ જઈ દીલીપ મકવાણાએ તલવારથી હુમલો કરી જીગ્નેશભાઈને જમણા હાથની હથેળીમાં મારી ઈજા કરી હતી.
તથા સુરેશ મકવાણાએ લોખંડનો સળીયો ૨વિતાબેનને બરડામાં ભાગે મારી તથા લાલુભાઈ મકમાળાને જમણા હાથની કોણી પર મારી હાથ લોહીલુહાણ કર્યા હતા. તેમજ જીગ્નેશભાઈને મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે નિંદકાપૂર્વ ગામના મનજીભાઈ માનસીંહભાઈ મકવાણાની ફરિયાદના આધારે સુખસર પોલીસે હુમલાખોર વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.