વિવાદ:જમીનના ભાગ મામલે ઝઘડામાં એક મહિલા સહિત ત્રણ ઘાયલ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગલાલીયાવાડમાં હુમલો કરનાર ફળિયાના જ 4 સામે ગુનો

દાહોદના ગલાલીયાવાડમાં જમીનના ભાગ મુદ્દે ઝઘડો તકરાર કરી માર મારી એક મહિલા સહિત ત્રણને ઇજા કરી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ગલાલીયાવાડમાં રહેતા સુનીલભાઇ ચેતનભાઇ અમલીયાર તથા તેના પરિવાર સભ્યો ગતરોજ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન ફળિયામાં જ રહેતા સતિષ ચિમન અમલિયાર, અતુલ ચીમન અમલીયાર, ચીમન દલસિંગ અમલીયાર તથા જવસિંગ દલસિંગ અમલીયાર તેમના ઘરે આવ્યા હતા અને ગાળો બોલી કહેવા લાગેલા કે માનસિંગભાઇ વિરસિંગભાઇ અમલીયારની જમીન છે.

તે જમીનમાં તમને ભાગ આપવાના નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ચેતનભાઇ દલસિંગભાઇ અમલીયારને ગેબી માર મારી ઇજા કરી તથા ગેદાલભાઇ દલસિંગભાઇ અમલીયારને મોઢાના ભાગે પથ્થર મારતાં હોઠ ઉપરની ચામડી ફાડી નાખી લોહીલુહાણ કર્યા હતા. તેમજ મેદાલભાઇ દલસિંગભાઇ અમલીયાર તથા નીતાબેન મેદાલભાઇ અમલીયારને ગેબી માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...