અકસ્માત:નાનસલાઇ ચોકડી પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ ઘાયલ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એકને વધુ ઇજા થતાં સારવાર માટે ખસેડાયો

નાનસલાઇ ચોકડી પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ ઘાયલ થયા હતા. એકને વધુ ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માત કરી પોતાની બાઇક મુકી નાસી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો.મારગાળા ગામના કલ્પેશભાઇ ચુનીયાભાઇ ડાંગી તથા કાકા ભુરસીંગભાઇ લાલાભાઇ, કલસીંગભાઇ લાલાભાઇ ડાંગી ત્રણે જણા જીજે-09-513 નંબરની બાઇક ઉપર ઝાલોદના રળીયાત ગામે ગયા હતા અને સાંજને પરત ઘરે આવવા માટે નિકળ્યા હતા.

ત્યારે રાતના 8.30 વાગ્યાના અરસામાં નાનસલાઇ ગામ પાસે જીજે-17-એપી-9088 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરપાટ હંકારી લાવી કલ્પેશભાઇની બાઇકને ટક્કર મારતા ત્રણેય રોડ ઉપર પાડી પોતાની બાઇક મુકી નાસી ગયો હતો. જેમાં કલ્પેશને જમણા પગની ઢીંચણના ભાગે ઇજા થઇ હતી. ત્યારે કલસીંગભાઇને જમણા પગે સામાન્ય ઇજા થઇ હતી અને ભુરસીંગભાઇને જમણા પગે ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયા હતા. અકસ્માત સર્જાતા લોકટોળા ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્ત ભુરસીંગભાઇને ઝાલોદ ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. અકસ્માત સંદર્ભે અજાણ્યા બાઇક સામે ફરિયાદ નોંધાવતાં ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ફુલપરીમાં છકડાની ટક્કરથી બાઈક સવાર 1નું મોત, 1ને ઇજા
ટાંડીના અરવિંદ વાદી તથા ખૂટનખેડાના કડકિયાભાઈ વાદી તેમની બાઈક ઉપર ફુલપરીના ડોશી નદીના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન છકડા ચાલકે પુરઝડપે હંકારી આવી અરવિંદની બાઇકને ટક્કર મારતા બંને પટકાયા હતા.અકસ્માતમાં અરવિંદભાઈ વાદીને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે કડકીયાભાઈ વાદી ઇજાગ્રસ્ત થતાં તેમને લીમડી સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...