તસ્કરોનો તરખાટ:દાહોદ શહેરમાંથી તેમજ ચંદવાણામાંથી એક જ રાતમાં ત્રણ બાઈકની ચોરી

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાહન માલિકોએ પોલીસ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ

દાહોદ શહેરમાંથી એક જ દિવસમાં એક સાથે ત્રણ ટુ વ્હીલર વાહનોની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે વાહન માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ બાઈક અને ફોર વ્હીલર ગાડીની ચોરી થઈ હતી.
દાહોદમાં વાહન ચોર બેફામ બન્યા
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંય દિવસોથી મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય બની છે. ધોળે દિવસથી લઈ રાત્રીના સમયે ખુલ્લેઆમ પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ વાહનની બેફામ ચોરી કરી નાસી જતાં હોય છે. ત્યારે આ ઘટનાઓ સંદર્ભે દાહોદ શહેરવાસીઓમાં ફફડાટ સાથે આક્રોશની લાગણી પણ જોવા મળી રહી છે .
વસુંધરા પાર્કમાંથી બાઈક ઉઠાવી ગયા
ગત તા.23મી જુલાઈના રોજ એક જ દિવસમાં એક સાથે ત્રણ ટું વ્હીલર વાહનોની ચોરી થતાં દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે વસુંધરા પાર્ક સોસાયટી, અગ્રેસન ભવન પાસે બન્યો હતો. જેમાં આ વિસ્તારમાં રહેતાં જીતેન્દ્રકુમાર કિશંનલાલ ચૌહાણે પોતાની મોટરસાઈકલ રાત્રીના સમયે લોક મારી પાર્ક કરી હતી. ત્યારે આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ જતાં આ સંબંધે જીતેન્દ્રકુમાર કિશંનલાલ ચૌહાણે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​ગોદીરોડ પરથી મહિલાની એક્ટિવાની ચોરી
​​​​​​​ચોરીનો બીજા બનાવની વિગત જોઈએ તો ગોદી રોડ વિસ્તારના અંબિકા નગર ખાતે રહેતાં રૂપીન્દરકૌર વિશાલરાવ ભોસલેએ પોતાની એક્ટીવા ટું વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી અને તેઓની એક્ટીવા ગાડી પણ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ જતાં રૂપીન્દરકૌર વિશાલરાવ ભોસલે દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
​​​​​​​​​​​​​​ચંદવાણામાંથી પણ બાઈકની ચોરી
​​​​​​​
બીજી તરફ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ગામતળ ફળિયામાંથી પણ એક મોટરસાઈકલ ચોરી થઈ હતી. જેમાં ભાવીકકુમાર નટવરભાઈ બામણે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને પણ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી જતાં આ સંબંધે ભાવીકકુમાર નટવરભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...