ધાનપુર તાલુકા માં ઘરમાં એકલતાનો લાભ લઇ પરીણિતાને પાછળથી પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ ધનારપાટીયા ગામના યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન પરીણિતાનો પતિ આવી જતાં તેને ધક્કો મારી યુવક નાસી ગયો હતો.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના એક ગામની 28 વર્ષિય પરીણિતા ઘરમાં એકલી ઘરકામ કરતી હતી. તે દરમિયાન ધનારપાટીયા ગામનો વિનોદભાઇ કનુભાઇ ભાભોર પરીણિતાનો એકલતાનો લાભ લઇ તેના ઘરમાં ઘુસી તેને પાછળથી પકડી બળજરીપૂર્વક એક રૂમમાં ખેંચી લઇ જઇ પલંગમાં પાડી દઇ પરીણિતાને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરીણિતાનો પતિ આવી જતાં વિનોદ ભાભોરે તેને ધક્કો મારી નાસી ગયો હતો. આ સંદર્ભે પરીણિતાએ વિનોદ ભાભોર વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.