9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની દાહોદ જિલ્લામાં ઉત્સાહ સાથે ઊજવણી કરવામાં આવી હતી. આ દિવસે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા માનગઢ ધામમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતાં.
અંગ્રજો સામેની લડાઈમાં શહાદત વહોરનારા આદિવાસી બંધુઓની શહાદતના સાક્ષી માનગઢ ધામમાં જઇને સમાજજનોએ પૂજનીય ગોવિંદ ગુરુ ની ધૂણીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્રણે રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટતાં દાહેદથી માનગઢ જવાના માર્ગ ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયાં હતાં. લગભગ બે કિલોમીટર દૂર સુધી રસ્તાને બંને કિનારે વાહનો પાર્ક કરવા પડ્યાં હતાં. ત્યાંથી લોકો ચાલીને માનગઢ ધામ ખાતે પહોંચ્યા હતા.
માનગઢ ખાતે અંગ્રેજોએ જલિયાંવાલા બાગ જેવો જ હત્યાકાંડ આચર્યો હતો
માનગઢ ખાતે 17 નવેમ્બર 1913ના રોજ આદિવાસીઓ ગોવિંદ ગુરુની આગેવાનીમાં માનગઢ ખાતે એકઠા થયા હતા. અંગ્રેજોના સૈનિકોએ તેમને ઘેરી લઈ1500થી વધુ ભીલ આદિવાસીઓની હત્યા કરી નાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.