તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાનો લાભ:દાહોદ જિલ્લામાં ડિજિટલ સેવાસેતુનો ત્રીસ હજાર અરજદારોએ લાભ લીધો

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યકક્ષાએ કોમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા 294 યુવાનોને રોજગારી મળી
  • પોર્ટલ ઉપર જ અરજદાર અરજી કરી ઘરે બેઠાં લાભ મેળવી શકે છે

દાહોદ જિલ્લામાં શરૂ કરાયેલા ડિઝીટલ સેવાસેતુ કાર્યક્રમને નોંધપાત્ર સફળતા મળી છે. દાહોદ જિલ્લામાં ડિઝીટલ સેવાસેતુનો ત્રીસ હજાર જેટલા અરજદારોએ લાભ લીધો છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે એ માટે મુખ્યમંત્રીશ્રીએ સેવા સેતું કાર્યક્રમનો અભિગમ અમલમાં મૂક્યો હતો. પરંતુ, કોરોનાકાળને ધ્યાને રાખીને સેવાસેતુ કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓ તારીખ 8 ઓક્ટોબર,2020થી ઓનલાઇન મુકાઇ છે. ડિઝીટલ સેવા સેતુ પોર્ટલ ઉપર જ અરજદાર અરજી કરવાની તેનો લાભ ઘર બેઠા મળી જાય છે.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 33,465 અરજીઓ ડિઝીટલ સેવા સેતુ કાર્યક્રમમાં મળી છે. દાહોદ જિલ્લામાં જ આવા 25 હજાર જેટલાં પ્રમાણપત્રો ડિઝીટલ સેવા સેતું પોર્ટલ મારફત થયા છે. આ ઉપરાંત રાશનકાર્ડમાં નામ ઉમેરવા માટે 1498 અરજદારો, જમીનને લગતા વિવિધ દાખલો મેળવવા માટે અઢી હજારની વધુ અરજદારોએ આ પોર્ટલનો લાભ લીધો છે. ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રેપ્રેન્યોર દ્વારા કરવામાં આવે છે. દાહોદમાં 294 વીસીઇ છે. રાજ્ય સરકારના કારણે ગ્રામ્યકક્ષાએ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા 294 યુવાનોને સીધી રોજગારી મળી છે. આ યુવાનોને અરજી દીઠ નિયત કરેલી ફીમાંથી કમિશન અપાય છે.

અન્ય સમાચારો પણ છે...