પોલીસને પડકાર:દાહોદ જિલ્લામાં પખવાડિયામાં છઠ્ઠી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા, એક ડઝન પંખા, એલઈડી અને વાસણો ચોરાયા

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામા 15 દિવસમાં છઠઠી પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે.જેમા જાલત પ્રાથમિક શાળામાંથી એલ.ઈ.ડી. ટી.વી., પંખા, ખુરશી, અનાજ વિગેરે મળી કુલ રૂા. 40,100 ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી પ્રાથમીક શાળાઓને તસ્કરો નિશાન બનાવી રહ્યાં છે. અગાઉ પણ પાંચ પ્રાથમિક શાળાઓના તાળા તોડી તસ્કરોએ હજ્જારોની કિંમતની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાંની ફરિયાદ જે તે પોલીસ મથકે નોંધાંવાઈ હતી. પરંતુ આજદિન સુધી પ્રાથમિક શાળામાં ચોરી કરતાં તસ્કરોને પોલીસને ઝડપી પાડવામાં સફળતાં મળી નથી ત્યારે તસ્કરોએ વધુ એક પ્રાથમીક શાળાને હાથ અજમાવ્યો છે.

ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ જાલત ગામે આવેલી ખાખરીયા ફળિયા વર્ગ પ્રાથમીક શાળામાં રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી. શાળાનો દરવાજાે તોડી શાળામાં પ્રવેશ કર્યાેં હતો.શાળામાં મુકી રાખેલ એક એલ.ઈ.ડી. ટી.વી., 12 નંગ. પંખા, રસોડાના વાસણો, 30 કિલો ગ્રામ ઘઉં, 3 નંગ પ્લાસ્ટીકની ખુરશીઓ વિગેરે મળી કુલ રૂા. 40,100ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી ગયાં હતાં.

આ સંબંધે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરમાં ચાકલીયા રોડ ખાતે અમરદીપ સોસાયટીમાં રહેતાં દિનેશભાઈ લાલજીભાઈ પરમારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...