• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • There Are No Bumps On Both Sides To Avoid An Accident At Muwaliya Chokdi, Kendriya Vidyalaya, Taluka Police Station, Petrol Pump, Temples Are Located Here.

અકસ્માતનો ભય:મુવાલીયા ચોકડી પર અકસ્માત ટાળવા બન્ને તરફ બમ્પ જ નથી, અહીં કેન્દ્રિય વિદ્યાલય, તાલુકા પોલીસ મથક, પેટ્રોલપંપ, મંદિરો આવેલા છે

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદની મુવાલીયા ચોકડી ઉપર અકસ્માત ટાળવા બન્ને તરફના રોડ ઉપર મોટા બમ્પ અનિવાર્ય બન્યું છે. - Divya Bhaskar
દાહોદની મુવાલીયા ચોકડી ઉપર અકસ્માત ટાળવા બન્ને તરફના રોડ ઉપર મોટા બમ્પ અનિવાર્ય બન્યું છે.
  • દાહોદમાં 24 કલાક ધમધમતા રસ્તે બસો સહિતના વાહનો પસાર થાય છે
  • સ્પીડમાં જતાં નાના મોટા વાહનોના કારણે અકસ્માતનો ભય

દાહોદ શહેર નજીક ગોધરા રોડ ઉપર આવેલ મુવાલીયા ચોકડી ઉપર ત્રણેય તરફના રોડ ઉપર બમ્પ બનાવવા અતિઆવશ્યક બન્યું છે. 24 કલાક ધમધમતા આ રસ્તેથી એસટી બસ સહિતના નાના મોટા વાહનો પસાર થાય છે. પુરઝડપે પસાર થતાં વાહનોના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દાહોદ શહેર નજીક આવેલા ગોધરા રોડ ઉપર આવેલ મુવાલીયા ચોકડી આવેલી છે. જ્યાંથી એક સ્તેથી ઇન્દોર હાઇવે બાયપાસ ઉપર જવાય છે. જ્યારે સીધો રસ્તો ગોધરા તરફ જાય છે. 24 કલાક ધમધમતા આ રસ્તાં ઉપર આખો દિવસ દરમિયાન મોટી સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે.

ગોધરા તરફથી દાહોદમાં આવતા રસ્તો ઢાળ વાળો હોવાથી તે તરફથી આવતાં નાના મોટા વાહન ચાલકો પુરઝડપે હંકારી આવતાં હોવાના કારણે મોટા અકસ્માત થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ ચોકડીને સામે સામ કેન્દ્રીય વિદ્યાલય, આગળ જતાં તાલુકા પોલીસ મથક, પ્રેટ્રોલપંપ તથા પ્રસિધ્ધ મંદિરો આવેલા હોવાથી આખા દિવસ દરમિયાન લોકોની અવર જવર રહેતી હોય છે. આ રસ્તાં ઉપરથી મોટર સાયકલ ચાલકો પણ બેફામ હંકારી જતાં હોવાના કારણે પગપાળા જતાં તેમજ લોકોને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

મધ્યપ્રદેશ તથા ગરબાડા બાજુ જતી બસો પણ આ ચોકડીથી હાઇવે થઇને જતી હોય છે. આ ચોકડી ઉપર બન્ને સાઇડના રોડ ઉપર તથા હાઇવે ઉપર જતાં રસ્તાં ઉપર બમ્પ બનાવવમાં આવે તેવી લોક માંગ ઉઠી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે આ બન્ને જગ્યાઓ ઉપર બમ્પ બનાવવામાં આવે તે અતિઆ‌વશ્યક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...