• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Taking Up Their Demands, S.T. Department Employees In An Aggressive Mood, If The Demand Is Not Met, The Wheels Of 800 Routes In Dahod District Will Stop

હડતાલના એધાણ:પોતાની પડતર માંગણીઓને લઈને એસ.ટી. વિભાગના કર્મચારીઓ આક્રમક મૂડમા, માગો પુરી નહીં થાય તો દાહોદ જિલ્લાના 800 રુટના પૈડા થંભી જશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય 20 માંગણીઓનો નિકાલ નહીં આવતાં કર્મચારીઓ આક્રમક મૂડમાં

એસ.ટી. વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય માંગણીઓનો નિકાલ નહીં આવતાં આગામી તારીખ 20 ઓક્ટોમ્બર 2021ના મધ્યરાત્રીનાથી એક દિવસની માસ સી.એસ. તેમજ તેમ છતાંય નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરી સશ્ત્ર ઉગામ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના એસ.ટી. કર્મચારીઓ પણ જોડાયાં હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના કુલ 800 ઉપરાંત રૂટો બંધ થઈ શકે છે.

જાણવા મળ્યાં અનુસાર, એસ.ટી. વિભાગના કર્મચારીઓને સાતમાં પગારપંચના એરીયસનો હપ્તો બાકી છે. અન્ય વિભાગોમાં 28 ટકા મોંઘવારી અપાય છે. જ્યારે એસ.ટી.ના કર્મચારીઓને 12 ટકા મોંઘવારી અપાય છે. જીપીએસ સીસ્ટમને આગળ કરીને બસ ડ્રાઈવર અને કંડક્ટરને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે.

રાજ્ય સરકારના અન્ય સરકારી વિભાગમાં ફિક્સ પગાર ઉપરના કર્મચારીને 19,950પગાર ચુંકવવામાં આવે છે જ્યારે એસ.ટી. વિભાગમાંના ફિક્સ પગાર ઉપરના કર્મચારીઓને 16,650રૂપીયા ચુંકવવામાં આવે છે. આ વિસંગતતા દુર કરવી, ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા. 4 લાખના આર્થિક પેકેજનો લાભ આપો સહિતની 20 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવમાં આવી નથી.

તંત્રને તેમજ રાજ્ય સરકારે એસ.ટી. વિભાગના કર્મચારીઓને દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાંય તેમની માંગણી પ્રત્યે કોઈ ધ્યાન અપાતાં અને યોગ્ય નિર્ણય ન લેવાતાં 20મી ઓક્ટોમ્બર 2021ના રોજ મધ્યરાત્રીથી એસ.ટી.ના કર્મચારીઓ માસ સી.એલ. ઉપર જશે અને તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી પણ આપવામાં આવી છે.

332 ડેપોના, 250 - 250 ઝાલોદ અને દેવગઢ બારીઆ આમ, આશરે 800 ઉપરાંત બસોના રૂટ બંધ થઈ શકે છે. જેના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં બસ મારફતે રોજની અવર જવર કરતાં મુસાફરોને તહેવાર ટાળે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એટલું જ નહીં, એસ.ટી. વિભાગને રોજની લાખ્ખોની આવકનો ફટકો પણ પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...