ફરિયાદ:દાહોદ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના પાર્કિંગમાંથી વૃદ્ધના સ્કૂટરની ચોરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીમરડા ગામે રોડની સાઇડમાં લોક કરી મૂકેલી બાઇક ચોરાઇ
  • દાહોદ એ ડિવિઝન અને કતવારા પોલીસ મથકે ફરિયાદ

દાહોદના ઉકરડી રોડ મહાવીર જૈન સોસાયટીમાં રહેતા અને સામાજીક સેવા કરતાં વાલંચદભાઇ કાળુભાઇ બીલ‌વાળ તા.8 જુલાઇના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં તેમની જીજે-20-જે-6543 નંબરની એક્ટિવા લઇને બ્રહ્મકુમારીઝ ઇશ્વરીય વિદ્યાલય ખાતે પાર્કિંગમાં મુકી હતી. તે દરમિયાન કોઇ ચોર ઇસમ પાર્કિંગમાંથી તેમની એક્ટિવા ચોરી કરી લઇ ગયો હતો. જેથી વાલંચદભાઇ કાળુભાઇ બીલ‌વાળ દાહોદ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બાઇક ચોરીની બીજી ઘટનામાં દાહોદ તાલુકાના રાછરડા ગામના ભીમાબાઇ કલાભાઇ હાડાના છોકરા કિશને જીજે-20-એએલ-1137 નંબરની બાઇક તા.4 જુલાઇના રોજ રાત્રીના દસ વાગ્યા અરસામાં ટીમરડા ગામે બળવંરતસીંગના ઘરની સામે રોડની બાજુમાં સ્ટેયરીંગ લોક કરી મુકી હતી. તે દરમિયાન કોઇ ચોર ઇસમ તેની બાઇકનું લોક તોડી ચોરી કરી લઇ ગયો હતો. 12.30 વાગ્યાના અરસામાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી વાલંચદભાઇ કાળુભાઇ બીલ‌વાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...