તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બાવકામાં મંદિરમાં દર્શન કરવા જતાં ગેટ આગળ મૂકેલા સ્કૂટરની ચોરી

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પરેલ વિસ્તારની ખડ્ડા કોલોનીમાં રહેતા સોનમબેન નવલસિંગ સોલંકી તેમના ભાઇ-ભાભી અને બહેન સાથે તા.15મીના રોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-કે-5516 નંબરની એક્ટીવા મોપેડ લઇ બાવકા શિવ મંદિર દર્શન કરવા માટે ગયા. એક્ટિવાનું સ્ટેરીંગ લોક મારી મંદિરની બહાર ગેટ પાસે મુકી દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન કોઇ ચોર ઇસમ તેમની 20,000 કિંમતની એક્ટિવાને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો.

ત્યાર બાદ એક વાગ્યાના અરસામાં દર્શન કરી મંદિરેથી બહાર નિખળતા મંદિરના ગેટ આગળ મુકેલી એક્ટિવા જોવા મળી ન હતી. જેથી તેઓએ આજુબાજુમાં શોધખોળ કરી હતી અને ગામમાં પણ તપાસ કરાવી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ બાબતે સોમનબેન સોલંકીએ જેસાવાડા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...