તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાહોદના દર્પણ રોડ પરથી ધોળે દિવસે બાઇકની ચોરી

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગાવાડાના યુવકની બાઇક ચોરાઇ

દાહોદ તાલુકાના આગાવાડા ગામમાં રહેતા ભરતભાઇ નારસીંગભાઇ ભાભોર તા.9મી સપ્ટેમ્બરના રોજ પોતાની જીજે-20-એએ-0034 નંબરની બાઇક લઇને દર્પણ ટોકીઝ રોડ ઉપર આવેલા હોસ્પિટલ ખાતે નોકરી ઉપર આવ્યા હતા.

શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
ત્યારે તેમની બાઇક હોસ્પિટલની સામે સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન કોઇ ચોર ઇસમ પોતાનો કસબ અજમાવી ભરચક વિસ્તારમાંથી ધોડે દિવસે તેમની 10,000 કિંમતની બાઇકને નિસાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો. સાંજના 4.30 વાગ્યાના અરસામાં ભરતભાઇને હોસ્પિટલની સામે મુકેલી બાઇક જોવા ન મળતાં તેમને આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી ભરતભાઇ ભાભોરે દાહોદ શહેર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...