તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:દાહોદમાં ભાડાની ફેક્ટરીમાં યુવકે ગળાફાંસો ખાઇ લીધો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દાહોદ શહેરના ગુજરાતી વાડ વિસ્તારમાં એક યુવકે ભાડાની ફેક્ટરીમાં ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લેતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. યુવકે કયા કારણોસર અવીચારી પગલું ભર્યુ છે તે જાણવા મળ્યુ નથી. દાહોદ શહેરના હરસોલાવાડ વિસ્તારમાં રહેતાં 41 વર્ષિય કેતન નિરંજન ગાંધીએ થોડા દિવસો પહેલાં જ ગુજરાતી વાડ વિસ્તારમાં એક ફેક્ટરી ભાડેથી લીધી હતી. કેતને બપોરના સમયે પોતાની ફેક્ટરીમાં પંખા ઉપર દુપટ્ટો બાંધીને ગળાંફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં મોટુ ટોળું ભેગુ થઇ ગયુ હતું. કેતનને માંચડેથી ઉતારીને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવાર સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...