લીમડી પોલીસે ઇ-ગુજકોપ પોકેટ કોપના માધ્યમથી લીમડી બજારમાંથી પાંચ દિ’ પહેલા ચોરી કરેલી બાઇક સાથે ચાકલીયા ચોકડીથી પાસેથી એક યુવકને ઝડપી પાડ્યો હતો. લીમડી પોલીસે ચાકલીયાના બાઇક ચોર યુવક સામે કાદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.લીમડી બજારમાંથી તા.13 જાન્યુઆરીના રોજ ચોરી થયેલ મોટર સાયકલ લઇ એક યુવક વહેલી સવારના ચાકલીયા તરફથી લીમડી તરફ આવવાનો હોવાની બાતમી લીમડી પી.એસ.આઇ. એમ.એલ.ડામોરને મળી હતી.
જેના આધારે પી.એસ.ઇ. ડામોર તથા સ્ટાફ ચાકલીયા ચોકડી પાસે બાતમીવાળી મોટર સાયકલની વોચમાં હતા. તે દરમિયાન એક યુવક બાતમીવાળી મોટર સાયકલ લઇને આવતા તેને પકડી ઇ-ગુજકોપ પોકેટ કોપમાં સર્ચ કરતા આ મોટર સાયકલ ચોરીની જણાતા યુવક મો.સા. સાથે પોલીસ મથકે લાવી તેની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેને આ GJ-20-H-9649 બાઇક તા.13 જાન્યુઆરીના રોજ લીમડી બજારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામના બોરસદ ફળીયાના 19 વર્ષિય પિન્ટુભાઇ બાબુભાઇ નીનામાની ધરપકડ કરી લીમડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.