ફેસબુક ફ્રેન્ડશીપ ભારે પડી:દાહોદની પરિણીતા સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ યુવકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન તો દૂર રહ્યા,વીડિયો ક્લિપવાઈરલ કરવાની ધમકી આપતા પિડીતા છેવટે પોલીસને શરણે

દાહોદ શહેરમાં રહેતી એક 28 વર્ષીય પરણિતાનો ફેસબુક ઉપર એક યુવક સાથે સંપર્ક થયો હતો. આ યુવક દ્વારા પરિણીતાને મળ્યાં બાદ તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ પત્ની તરીકે રાખવા સારૂં લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.તેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતાં આ સંબંધે પરિણીતાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદમાં રહેતી એક 28 વર્ષીય પરણિત યુવતીનો સંપર્ક દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળા પીપળ ગામે રહેતો પ્રવિણભાઈ બચુભાઈ સંગાડા સાથે સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમથી થયો હતો. ફેસબુક ઉપર એકબીજા સાથે વાતચીત કર્યાં બાદ એકબીજાના મોબાઈલ નંબરોની પણ આપલે કરી સંપર્કમાં રહેતાં હતાં ત્યારે તારીખ 15 મે,2021 થી તારીખ 2 જાન્યુઆરી 2022 સુધીના સમયગાળા દરમ્યાન બંન્ને એકબીજાને મળવા લાગ્યાં હતાં. આ દરમ્યાન પ્રવિણભાઈ દ્વારા પરિણીતાને પત્ની તરીકે રાખવાની લાલચ આપી, પટાવી ફોસલાવી જુદી જુદી જગ્યાએ લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને વીડિયો ક્લિપ વાઈરલ કરી દેવાની પરિણીતાને ધમકી આપતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતા દ્વારા પ્રવિણ સંગાડા વિરૂધ્ધ દાહોદ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...